વિશ્વંભરી સ્તુતિ
Post Courtesy By: Swastik, Swastik Softech India
>> Read In Gujrati, Hindi Click Here
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા।
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા॥
દુર્બુદ્ધિ દુર કરી સદ્દબુદ્ધિ આપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૧||
ભૂલો પડિ ભવરને ભટકું ભવાની।
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની॥
ભાસે ભયંકર વળી મનના ઉતાપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૨||
આ રંકને ઉગરવા નથી કોઇ આરો।
જન્માંધ છુ જનની હુ ગ્રહી હાથ તારો॥
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૩||
મા કર્મ જન્મ કથની કરતાં વિચારુ।
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારુ॥
કોને કહું કઠણ કાળ તણો બળાપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૪||
હું કામ ક્રોધ મધ મોહ થકી ભરેલો।
આડંબરે અતિ ધણો મદ્થી છકેલો॥
દોષો બધા દૂર કરી માફ પાપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૫||
ના શાસ્ત્રના શ્રવણનુ પયઃપાન પીધુ।
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાઇ કીધુ॥
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૬||
રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી।
આ જિંદગી થઈ મને અતિશે અકારી॥
દોષો પ્રજાળિ સધળા તવ છાપ છાપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૭||
ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો।
બ્રહ્માંડમાં અણુ-અણુ મહીં વાસ તારો॥
શક્તિ ન માપ ગણવા અગણિત માપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૮||
પાપો પ્રપંચ કરવા બધી રીતે પૂરો।
ખોટો ખરો ભગવતી પણ હું તમારો॥
જાડયાંધકાર કરી દૂર સુબુદ્ધિ સ્થાપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૯||
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે।
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે॥
બુદ્ધિ વિશેષ જગદંબ તણા પ્રતાપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૧૦||
શ્રી સદગુરુ શરનમાં રહીને યજું છું।
રાત્રિ દિને ભગવતી તુજને ભજું છુ॥
સદભક્ત સેવક તણા પરિતાપ ચાપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૧૧||
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની।
ગાઊ સ્તુતિ તવ બળે નમીને મૃડાની॥
સંસારના સકળ રોગ સમૂળ કાપો।
મામ્ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ||૧૨||